Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : 23 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અંકલેશ્વર : 23 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
X

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામ ખાતે રહેતી 23 વર્ષીય યુવતી રવિના બેન વિજય ભાઈ હરીસિંહ ભાઈ અંકલેશ્વરના ઈસુ કૃપા એપાર્ટમેન્ટ અંકલેશ્વર ખાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી.

હાલ અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી નો કબજો લઈ અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે ડેડબોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને કયા કારણોસર યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે તેની હાલ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.

મળતી માહિતી અનુસાર યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય તેવું જાણવા મળ્યું હતું હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે ડેડ બોડી નું કબજો લઈને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story