અંકલેશ્વર: A.D દેસાઈ હોલમાં જવાના માર્ગનું ફૈઝલ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ

સાંસદ અહમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ દ્વારા લોકાર્પણ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ
અંકલેશ્વર તાલુકા
ખરીદ વેચાણ સંઘ સંચાલીત એ.ડી.દેસાઈ હોલમાં જવાના માર્ગ રાજ્યસભા સાંસદ અહમદ પટેલના
પ્રયાસથી ૫૫૦ મીટર લાંબીઈ સી.સી. રોડ આઈ.
આર. બી. કું.ના સી.એસ.આર. ફંડમાંથી બનાવતા ખેડૂતો તથા સહકારી અગ્રણીઓમાં આનંદની
લાગણી પ્રસરી જવા પામી હતી.


અંકલેશ્વર તાલુકા
ખરીદ વેચાણ સંઘમાં વર્ષો પૂર્વે અહમદભાઈ પટેલના પિતા મહમદ પટેલ (કાંતિ પટેલ)
ખેડુતલક્ષી શાસન કરતા હતા અને વર્ષો સુધી સેવા બજાવી હતી. તેઓ સંસ્થા સ્થાપક રહ્યા
હતા.રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ પણ આ સંસ્થા માટે વિશેષ લાગણી ધરાવે છે.
આજરોજ અહમદ પટેલના
સુપુત્ર ફૈઝલ પટેલ દ્વારા આ રસ્તાનો લોકાર્પણ સમયે પૌત્રી એશરા ફેઝલ પટેલ થતા
સ્થાનિક આગેવાનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.આ પ્રસંગે એપીએમસીના ચેરમેન
કરસન પટેલ, અંકલેશ્વર તાલુકા
ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબુ દેસાઇ, નાઝુ ફડવાલા, અહમદ ઉનીયા,
ભુપેન્દ્ર જાની, ઈકબાલ ગોરી, ફારૂક શેખ (એડવોકેટ), એસ. ડી. પટેલ, સિરાજ પટેલ,
સુનીલ પટેલ,ગુલામ સિંધા હાજર રહ્યા હતા.
આ સમગ્ર
કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મેનેજર સબીર પટેલ દ્વારા કરાયું હતું તમામે અહમદ પટેલના
પ્રયાસોથી આઈ. આર.બી. દ્વારા બનાવવામાં આવેલ માર્ગને લોકાર્પણ કરાતા તમામે અહમદ
પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.ખેડૂતલક્ષી કામો અગ્રેસર રહેતા એવા સાંસદ અહમદ પટેલના
નિર્ણયને વધાવી લીધો હતો અને આ રસ્તાનાં લોકાર્પણ અંગે આનંદની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે ફૈઝલ
પટેલ જણાવ્યું હતું કે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં મારા દાદા મહમદભાઇ પટેલ તથા મારા
પપ્પા અહમદ પટેલના પ્રયાસોને હું બિરદાવું છું. તેઓ જણાવ્યું હતું કે અંકલેશ્વર
તાલુકા ખરીદ વેચાણ સંઘ ખેડૂતોની સંસ્થા છે અને વર્ષો પહેલા મારા દાદા મહમદ પટેલ આ
સંસ્થામાં વહીવટ સંભાળતા હતા. આ રસ્તા અંગેની લોકાર્પણ વિધિ થવાથી પ્રજા તથા
ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે અને જેનાથી હું ખૂબ જ આનંદની લાગણી અનુભવ છે અત્રે
ઉલ્લેખનીય છે કે આજ કમ્પાઉન્ડમાં મારા પપ્પા
અહમદ પટેલ દ્વારા કાન્તિ પટેલ હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.