અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના પાછળના ભાગે સૂકા કચરામાં લાગી આગ ચારથી પાંચ જેટલા કાચા મકાનોનો બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ની પાછળ આવેલા ગામ તળાવના સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી. જેમાં આગે ધીમે-ધીમે આગ આગળ વધતા કાચા ઝુપડા સુધી પહોંચી ગઈ હતી. જ્યારે આજુબાજુના રહીશોને માલુમ પડતા જ રહીશોએ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી હાલતો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે.આ આગમાં દસથી પંદર જેટલા ઝૂંપડાંઓ બચાવ થવા પામ્યો હતો. હાલ તો કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઈજા પહોંચવા પામી નથી.

LEAVE A REPLY