Top
Connect Gujarat

અંકલેશ્વર GIDCમાં આંગડિયાનાં સંચાલકની કાર માંથી રુપિયા ૧૨ લાખ ઉપરાંતની બેગની ચોરી

અંકલેશ્વર GIDCમાં આંગડિયાનાં સંચાલકની કાર માંથી રુપિયા ૧૨ લાખ ઉપરાંતની બેગની ચોરી
X

અંકલેશ્વર જીઆઇડીસી નોટી ફાઇડ ઓફિસ નજીક આગંડિયા પેઢીનાં વેપારીની નજર ચૂકવીને બે બાઇક પર આવેલા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો, તેઓની કારમાંથી રૂપિયા ૧૨ લાખ ઉપરાંતની રોકડ ભરેલ બેગની ઉઠાંતરી કરીને ત્રણ ભેજાબાજો ફરાર થઇ જતા ચકચાર મચી ગઈ હતી.આંગડિયાઅંકલેશ્વર જીઆઇડીસીનાં સિલ્વર પ્લાઝા ખાતે પી એમ આગંડિયા પેઢીનાં સંચાલક કિશોરસિંહ મહિપતસિંહ વાળા રહેવાશી નવકાર સોસાયટી જીઆઇડીસી અંકલેશ્વરનાંઓ તારીખ ૧૯મી નાં રોજ પોતાની ઓફિસ બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા. તે સમયે નોટી ફાઇડ ઓફિસ નજીક એક બાઇક પર સવાર અજાણ્યા શખ્સે તેઓને કાર સરખી રીતે ચલાવતા નથી અને અકસ્માત સર્જ્યો હોવાનું કહીને કાર ઉભી રખાવી હતી, અને કિશોરસિંહ કારની વિંડોનો કાચ ખોલીને વાત કરવા જતા અન્ય બાઇક પર સવાર બે અજાણ્યા શખ્સોએ તેઓની નજર ચુકવીને કારની સીટ પર મુકેલ રુપિયા ૧૨,૧૬ ,૮૦૦ ભરેલી બેગની ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગેની જાણ કિશોરસિંહે જીઆઇડીસી પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા, વધુમાં ભોગ બનનાર કિશોરસિંહનું નિવેદન નોંધીને આરોપીઓનું વર્ણન જાણવાનાં પ્રયત્નો પણ પોલીસે શરુ કર્યા હતા.

Next Story
Share it