Top
Connect Gujarat

અંકલેશ્વર GIDCમાં ઓગષ્ટ થી સપ્ટેમ્બર સુધી વીજ કંપની દ્વારા મેન્ટેનન્સનું કામ હાથ ધરાયુ

અંકલેશ્વર GIDCમાં ઓગષ્ટ થી સપ્ટેમ્બર સુધી વીજ કંપની દ્વારા મેન્ટેનન્સનું કામ હાથ ધરાયુ
X

અંકલેશ્વર GIDCમાં તારીખ 22 ઓગષ્ટ થી 30 સપ્ટેમ્બર દરમિયાન 22 કેવીની હદમાં આવતા ઔદ્યોગિક વસાહતનાં વિસ્તારોમાં વીજ કાપ કરવામાં આવશે.

અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં તારીખ 22મી ઓગષ્ટ થી તારીખ 30મી સપ્ટેમ્બર સુધી 22 કેવી ફિડરનાં હદમાં આવતા વિસ્તારોમાં મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં પાવર કાપ આપવામાં આવ્યો છે.

આ અંગે GIDC વીજ કચેરીના ડેપ્યુટી એન્જીનિયર એન.ડી.ચૌધરીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મેન્ટેનન્સનાં કામ દરમિયાન જે તારીખ અને દિવસે જેતે ઉદ્યોગ એકમ વિસ્તારમાં પાવર કાપ આપવામાં આવ્યો છે. તેજ વિસ્તારમાં વીજ કાપ રહેશે. અને વરસાદ દરમિયાન મેન્ટેનન્સનું કામ બંધ રહેશે તેમ તેઓ જણાવી રહ્યા છે.

Next Story
Share it