Top
Connect Gujarat

અંકલેશ્વર GIDC માંથી શ્રાવણીઓ જુગાર રમતા પાંચ ઝડપાયા

અંકલેશ્વર GIDC  માંથી શ્રાવણીઓ જુગાર રમતા પાંચ ઝડપાયા
X

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ની જલધારા ચોકડી પાસેની અમીધરા સોસાયટીમાં પત્તાપાનાનો જુગાર રમતા પાંચ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા.

અંકલેશ્વર જીઆઇડીસીની જલધારા ચોકડી પાસેની અમીધરા સોસાયટીમાં શ્રાવણીઓ જુગાર રમતા હોવાની બાતમી જી.આઇ.ડી.સી પોલીસને મળી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને પત્તાપાનાનો જુગાર રમતા વિનય શિરીષભાઈ પટેલ, રહે અમીધરા સોસાયટી,મકાન નંબર F / 1 / 302, જલધારા ચોકડી જીઆઇડીસી અંકલેશ્વર, અક્ષય તાનાજી સિંધે રહે RCL -29-5,500 કવોટર્સ , GIDC ,અંકલેશ્વર, ગજાનંદ મગનભાઈ કવલે, રહે અયોધ્યા નગર,મકાન નંબર 117, ભડકોદરા ગામ, અંકલેશ્વર, લાલા ઉર્ફે ઘનશ્યામ ભીખાભાઇ બારોટ,રહે હેપ્પી રેસીડન્સી મકાન નંબર 9, અંદાડા,અંકલેશ્વર, દિપક પવનભાઈ સુરેખા રહે જૂની કોલોની RBL - 1 - 7, GIDC ,અંકલેશ્વરનાઓ ની ધરપકડ કરી હતી.

પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂપિયા 11,100, 3 મોબાઈલ ફોન ,અને ઇકો કાર મળીને કુલ રૂપિયા 2.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Next Story
Share it