Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: GIDC સહિતના વિસ્તારની આંગડીયા પેઢીઓમાં ITના દરોડા

અંકલેશ્વર: GIDC સહિતના વિસ્તારની આંગડીયા પેઢીઓમાં ITના દરોડા
X

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પ્રતીન વિસ્તારમાં આજરોજ વડોદરા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આંગડીયા પેઢી ઉપર દરોડા પાડ્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી આંગડીયા પેઢીઓ ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકસભાની ચૂંટણીલક્ષી પૈસાની હેરફેર થતી હોય તેવી શંકાના આધારે ઇન્દ્રપ્રથ શોપિંગમાં આવેલી પટેલ માધવલાલ મગનલાલ કું. માં દરોડો પાડ્યો હતો. આ દરોડા કલાકો સુધી ચાલી હતી. આંગડીયા પેઢી ગુજરાતભરમાં પોતાના આંગડિયાની પેઢીઓ(ઓફીસો) ધરાવે છે.

જેમાં મુખ્યત્વે અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ,નડિયાદ વલસાડ,નવસારી,જામનગર,મહેસાણા સહિત ના શહેરોમાં રાજ્ય સ્તરે તેમજ આંતર રાજ્ય સ્તરે વ્યાપેલી છે. જેની તપાસ હાલમાં ચાલુ છે. અધિકારીઓએ આ દરોડામાં શું મળ્યું તે માટે મૌન સેવતા હાલ પૂરતું કંઈ જાણવા મળ્યું નથી. પરંતુ અંકલેશ્વરના આંગડિયા પેઢીના માલિકોમાં અચાનકા દરોડાના પગલે ફફડાટ ફેલાવા પામ્યો છે.

Next Story