Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ બેન્ક કર્મીની નજર ચૂકવી ગઠિયો 20.50 લાખની રોકડ સેરવી ગયો

અંકલેશ્વરઃ બેન્ક કર્મીની નજર ચૂકવી ગઠિયો 20.50 લાખની રોકડ સેરવી ગયો
X

અંદાજે 20થી 30 વર્ષની ઉંમરનો અજાણ્યો શખ્સ બેન્કનાં કાઉન્ટર ઉપરથી નાણા લઈને ઉપડી ગયો

અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે આવેલી આઈ.સી.આઈ.સી.આઈ બેન્કમાં અજાણ્યા ગઠિયા દ્વારા બેંક કર્મચારીની નજર ચૂકવીને કાઉન્ટર ઉપરથી રૂપિયા 20.50 લાખની ઉઠાંતરી કરી જતા ચકચાર મચી છે.

પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકનો કર્મચારી સાંજના સમયે કોઈ કામમાં હતો. તેવામાં અજાણ્યો ગઠિયો અંદાજે 25થી 30 વર્ષનો બેન્કમાં પ્રવેશ્યો હતો. જે બેન્ક કર્મીઓ કાઉમન્ટ ઉપર મૂકેલા 2000ની નોટોના 10 બંડલ અને 500 ની નોટનું એક બંડલ એમ કુલ મળી 20.50 લાખની ઉઠાંતરી કરી જતા બેંક કર્મચારી તથા મેનેજમેન્ટની બેદરકારી સામે આવી છે.

પ્રતિન ચોકડી જેવા ભરચક વિસ્તાર અને બેંકમાં લાગેલા સીસીટીવી છતાં આટલી મોટી માત્રામાં ચોરી થતાં પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. બેન્કિંગ અવર્સ પૂર્ણ થઈ ચૂક્યો હોવા છતાં અજાણ્યો શખ્સ બેન્કમાં ઘુસીને આટલી માતબર રકમ આરામથી લઈ જતાં અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે. આ ઘટનામાં પોલીસ તપાસ બાદ જ પડદો ઉંચકી શકાશે.

Next Story
Share it