Connect Gujarat

અંકલેશ્વર ITI ખાતે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ વીક-2017 નો પ્રારંભ કરાવતા સહકાર મંત્રી

અંકલેશ્વર ITI ખાતે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ વીક-2017 નો પ્રારંભ કરાવતા સહકાર મંત્રી
X

અંકલેશ્વરના ITI ગ્રાઉન્ડ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ -2017 નું આયોજન કરવામાં આવ્યુ છે.જેનો પ્રારંભ રાજ્યના સહકાર મંત્રી અને સુરતના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ -2017આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને ખેલ મહાકુંભ થકી રમતવીરોમાં છુપાયેલુ કૌશલ્ય તેઓની જીવનની ઉત્તમ કારકિર્દી માટેનો પથ બન્યો છે.

સહકાર મંત્રીઆ કાર્યક્રમ દરમિયાન સુરતના ધારાસભ્ય જનક પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ, નગર પાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ, ITIના આચાર્ય બી.ડી.રાવળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સુરતના ધારાસભ્ય જનક પટેલે ક્રિકેટ રમીને સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ વીક-2017નો પ્રારંભ કરાવ્યો હતો.

Next Story
Share it