Top
Connect Gujarat

અંકલેશ્વર: ONGC કોલોની નજીકની કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ કરી વાહનોમાં તોડફોડ

અંકલેશ્વર: ONGC કોલોની નજીકની કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ કરી વાહનોમાં તોડફોડ
X

  • તોડફોડ કરતા સોસાયટીમાં રહીશો ભયભીત
  • અજાણ્યા ઇસમોએ સોસાયટીમાં પાર્ક કરેલ કાર સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી
  • કાર માલિક રીજ્જું પ્રભાકરનને અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ વાહનોમાં તોડફોડ કરતા સોસાયટીમાં રહીશો ભયભીત બન્યા છે.

અંકલેશ્વરનની ઓ.એન.જી.સી.કોલોની પાસે આવેલ કોસ્મોસ સોસાયટીમાં રહેતા રીજ્જું પ્રભાકરનને પોતાની એસયુવી કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન ગતરોજ સાંજના સમયે ચાર-પાંચ બાઈક પર આવેલ અજાણ્યા ઇસમોએ સોસાયટીમાં પાર્ક કરેલ કાર સહિતના વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિક રહીશો ભયભીત થયા હતા અજાણ્યા તત્વોએ એસયુવી ગાડીના કાચ તોગાડીઓના તોડી નાખી વાહનોમાં નુકશાન પહોંચાડ્યું હતું અસામાજિક તત્વોના આંતકને કારણે સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બનાવ અંગે કાર માલિક રીજ્જું પ્રભાકરનને અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story
Share it