Top
Connect Gujarat

અંકલેશ્વર ONGC LAQ ઓફિસ પાસે ખેડૂતે આત્મવિલોપનની કોશિશ કરતા અરેરાટી વ્યાપી

અંકલેશ્વર ONGC LAQ ઓફિસ પાસે ખેડૂતે આત્મવિલોપનની કોશિશ કરતા અરેરાટી વ્યાપી
X

અંકલેશ્વર ONGC LAQ ઓફિસ પાસે એક વૃદ્ધ ખેડૂતે આત્મવિલોપનની કોશિશ કરતા અરેરાટી વ્યાપી ગઈ હતી, અને ગંભીર રીતે દાઝેલા વૃદ્ધને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ ટ્રીટમેન્ટ માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનાં બજાતણ ગામના રૂપસંગભાઈ આશરે ઉ.વ.70ના ઓ અંકલેશ્વર ONGC ખાતે આવ્યા હતા, અને તેઓની જમીનનાં રૂપિયા કંપની દ્વારા ચૂકવવામાં નહિ આવતા રૂપસંગભાઈએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

સર્જાયેલી ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી,અને રૂપસંગભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, અને પ્રાથમિક સારવાર બાદ તેઓને ગંભીર હાલતમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગે ONGCનાં અધિકરીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓનો કોઈ સંપર્ક થઇ શક્યો નહોતો.

Next Story
Share it