Top
Connect Gujarat

અંક્લેશ્વરમાં દહીં હાંડી ફોડીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવતા ઉત્સવ પ્રેમીઓ

અંક્લેશ્વરમાં દહીં હાંડી ફોડીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવતા ઉત્સવ પ્રેમીઓ
X

અંકલેશ્વરમાં જન્માષ્ટમીની રાત્રીએ ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, અને મટકી ફોડના કાર્યક્રમ થકી લોકોએ કૃષ્ણ જન્મના વધામણાં કર્યા હતા.

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. યુવાનોએ મટકી ફોડનાં કાર્યક્રમો થકી કૃષ્ણ જન્મનાં વધામણાં કર્યા હતા. જ્યારે મંદિરોમાં મધ્યરાત્રીના 12નાં ટકોરે ભજન કિર્તનનાં તાલ સાથે ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભક્તો દ્વારા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલા કી ,કૃષ્ણમ વંદે જગતગુરુમ સહિતના નારાઓ થી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતુ.

Next Story
Share it