આજ રોજ અંક્લેશ્વર ખાતે ૧૫૦૦ જેટલા સ્પર્ધકો સાથે સાયક્લોથોન યોજાઇ હતી.જેમા મોટમોટા ઉઘોગકારો તેમજ અંક્લેશ્વર ની સ્થાનિક શાળાઓ અને સ્થાનિક જનતાએ ભાગ લીધો હતો,સારુ સ્વાસ્થ્ય અને સારુ પર્યાવરણ જ્ળવાઇ રહે તે માટે યોજાયેલ આ સાયક્લોથોનમા ભાગ લેનાર મોટા ઉધોગકારો અને યુવાનોનુ સન્માન પણ કરવામા આવ્યુ હતુ. આ સાયક્લોથોનમા રાજ્ય સરકારના મંત્રી ઇશ્વરર્સિંહ પટેલે ફ્લેગ બતાવીને આ સાયક્લોથોનનો પ્રારંભ કર્યો હતો. જિલ્લા ક્લેક્ટર રવી અરોરા, જિલ્લા પોલિસ વડા રાજેંદ્રસિંહ ચુડાસમા,સહિતના તમામ અ‍ગ્રણીયો ઉપસ્સ્થિત રહ્યા હતા.

કનેક્ટ ગુજરાતની ટીમ સાથે વાત કરતાં રાજ્ય સરકારના મંત્રી ઇશ્વરર્સિંહ પટેલે જણાવ્યુ હતુ કે ચાલવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ સારુ જ્ળવાય છે. દરેક લોકોએ સારા સ્વાસ્થ્ય માટે રેગ્યુલર ચાલવુ જોઇએ.

 

 

LEAVE A REPLY