Top
Connect Gujarat

અંક્લેશ્વવરમાં પરંપરાગત રીતે ઉજવાતો ઢીંગલા ઢીંગલીનો મેળો

અંક્લેશ્વવરમાં પરંપરાગત રીતે ઉજવાતો ઢીંગલા ઢીંગલીનો મેળો
X

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામ ખાતે આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે ઢીંગલા ઢીંગલીનાં લગ્ન પ્રસંગેની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા ઢીંગલા ઢીંગલીના લગ્ન તેમજ મેળાની ઉજવણી કરવામાં આવી હતી. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડી જીતાલીનાં જીતમ માતાજીનાં મંદિરે પ્રતિકાત્મક ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવ્યા હતા.

જીતાલી ગામે ઢીંગલી તથા ઢીંગલાના લગ્નનો ભાતીગળ મેળો વર્ષોથી ભાદરવી અમાસનાં દિવસે ભરાય છે. ભાદરવી અમાસનાં દિવસે પીઠા ફળિયામાંથી ઢીંગલી અને દેવી પુજક ફળિયા માંથી ઢીંગલાનો વરઘોડો વાજતે ગાજતે નીકળે છે.

ત્યાર બાદ ગામનાં જીતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલીનાં રીતિરિવાજથી લગ્ન કરાવાય છે. આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પુનમથી કરવામાં આવે છે. ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યા પક્ષ બની સગાઈ વિધિ યોજીને ૩૦ દિવસ પૂર્વે લગ્ન વિધિનો પ્રારંભ કરે છે. અને લગ્ન ગીતો પર નૃત્ય પણ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડયું હતું. ગામમાં હિ‌ન્દુ - મુસ્લિમ લોકો ભાઈચારાની ભાવના સાથે ઢીંગલા ઢીંગલીનો મેળો યોજીને જુના રીતરિવાજોને આજે પણ જીવંત રાખ્યા છે.

Next Story
Share it