Connect Gujarat
ગુજરાત

અંજારના રતનાલમાં છાત્રોએ કર્યો એસટી બસનો ચક્કાજામ

અંજારના રતનાલમાં છાત્રોએ કર્યો એસટી બસનો ચક્કાજામ
X

કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામે એસટી બસોને સ્ટોપેજ ન મળતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે ગામ નજીકથી પસાર થતી વીસેક એસટી બસો અટકાવી હતી અને ગામમાં બસોને સ્ટોપ મળે તેવી માંગ કરાઈ છે.

ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીરનું રતનાલ ગામ છે.ભૂજ અંજારને જોડતા હાઇવે પર અંજાર ગામ આવેલું છે. પણ હાઇવે પરથી જ બસ સડસડાટ નીકળી જાય છે જેને કારણે ગામના વિદ્યાર્થીઓ,મહિલાઓ અને લોકોને અવરજવરમાં હાલાકી વેઠવી પડે છે. ત્યારે રતનાલ ગામ નજીકથી પસાર થતી તમામ એસટી બસોને રતનાલ ગામે સ્ટોપ અપાય તેવી માંગ કરાઈ છે.ગ્રામજનોએ વીસેક બસોને અટકાવી હતી.

કચ્છ એસટીના વિભાગીય નિયામકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, પાલનપુર અને થરાદની બસોના કંડકટર નવા હોઈ રતનાલ ગામે બસ ઉભી રહી ન હતી જેને કારણે ગેરસમજ ઉભી થતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા.બાદમાં તંત્રની સમજાવટ બાદ વાહન વ્યવહાર ફરી ચાલુ થયો હતો.

Next Story
Share it