Connect Gujarat
ગુજરાત

અંજારમાં એટીએમ કાર્ડ મારફતે કરાઇ 49 હજારની ઉઠાંતરી

અંજારમાં એટીએમ કાર્ડ મારફતે કરાઇ 49 હજારની ઉઠાંતરી
X

કચ્છના અંજારમાં છળકપટથી એક શખ્સે 49 હજાર રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા બેન્ક અધિકારીઓ દોડધામમાં મુકાઈ ગયા છે.

બનાવની વિગતો મુજબ, પોતાના સંતાનને માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે બહાર જવું હોઈ પિતાએ આઇસીઆઇસીઆઈ બેન્કમાંથી નવું એટીએમ કાર્ડ કઢાવ્યું હતું બાદમાં બેન્કના એટીએમમાં નવું કાર્ડ ચેક કરવા ગયા હતા ત્યાં ગ્રાહકે એટીએમમાં આવેલા એક અજાણ્યા શખ્સને એટીએમ મશીનમાંથી નાણા કાઢી આપવાનું જણાવ્યું હતું તે વેળાએ અજાણ્યા શખ્સે પાસવર્ડ જાણી લીધા હતા અને નજર ચૂકવી કાર્ડ બદલાવી ખોટું એટીએમ કાર્ડ ધારકને પરત આપ્યું હતું.

બાદમાં 10 હજાર , 10 હજાર કરી કુલ 49 હજાર રૂપિયા અજાણ્યા શખ્સે સેરવી લીધા હતા મૂળ ખાતેધારક હજી ઘરે પહોંચ્યો જ ન હતો ત્યાં માલુમ પડ્યું કે ખાતામાંથી 49 હજાર ઉપડી ગયા છે ત્યાં સુધીમાં અજાણ્યો શખ્સ કળા કરી રૂપિયા લઈ ભાગી છૂટ્યો હતો. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં શખ્સ કેદ થઈ ગયો હતો હાલ આ બનાવ ભારે ચર્ચામાં છે.

Next Story
Share it