Connect Gujarat

અંડર-19 એશિયા કપ : શ્રીલંકાને હરાવી ભારતે છઠ્ઠી વખત ખિતાબ પોતાના નામે કર્યો

અંડર-19 એશિયા કપ : શ્રીલંકાને હરાવી ભારતે છઠ્ઠી વખત ખિતાબ પોતાના નામે કર્યો
X

ભારતની સિનિયર ક્રિકેટ ટીમ બાદ હવે અંદર -19 ની ટિમ પણ એશિયા કપમાં વિજેતા બની છે, અંડર-19 એશિયા કપમાં શ્રીલંકાને 144 રનથી હરાવીને ટીમ ઇન્ડિયાએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે છઠ્ઠી વાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમા ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ પસંદ કરી ત્રણ વિકેટના નુંકસાન પર 304 રનનો સ્કોર કર્યો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 38.4 ઓવરમાં 160 રન બનાવી શકી.

ભારત તરફથી જયસવાલે 113 રનમાં 8 ફોર અને 1 સિક્સર લગાવી 85 રન કર્યા. તે સિવાય કેપ્ટન પ્રભસિમરન સિંહે 37 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા. જ્યારે બોલિંગમાં હર્ષ ત્યાગીએ સૌથી વધુ 6 વિકેટ ઝડપી. તે સિવાય સિદ્ધાર્થ દેસાઇએ 37 રન આપી 2 વિકેટ અને મોહિત જાંગડાએ 18 રન આપી એક વિકેટ ઝડપી હતી. ત્યાગીને તેના પરફોર્મન્સ માટે મેન ઓફ ધ મેચ જ્યારે જયસવાલને તેના પરફોર્મન્સ માટે મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા.

Next Story
Share it