Connect Gujarat
દેશ

અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી ભારતે 5-0થી સીરિઝ પોતાના નામે કરી

અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી ભારતે 5-0થી સીરિઝ પોતાના નામે કરી
X

ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કરી શક્યું હતું.

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ T-20માં માઉન્ટ મૉનગાનુઈ

ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 163 રન કર્યા છે. વિરાટ

કોહલીની ગેરહાજરીમાં કપ્તાની કરી રહેલા રોહિત શર્માએ જવાબદારી સાથે બેટિંગ કરતા

કરિયરની 21મી ફિફટી મારી હતી.

તેણે 41 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 60 રન કર્યા હતા. જોકે

ત્યારબાદ ઇજાના લીધે રોહિત રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે લોકેશ રાહુલ સાથે 88 રનની ભાગીદારી કરી

હતી. રાહુલે 33 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 45 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે સ્કોટ કુગલને 2 અને બેનેટે 1 વિકેટ લીધી હતી.

ભારત માટે જસપ્રીત બુમરાહે 3, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે 2,

જ્યારે સુંદરે 1 વિકેટ લીધી હતી.

Next Story