Connect Gujarat
ગુજરાત

અંબાજી જતા પદયાત્રીઓને શહેરા પાસે નડ્યો અકસ્માત :3 ના મોત

અંબાજી જતા પદયાત્રીઓને શહેરા પાસે નડ્યો અકસ્માત :3 ના મોત
X

પંચમહાલ જીલ્લામાંથી પસાર થતા હાલોલ - શામળાજી હાઇવે માર્ગ ઉપર શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં અંબાજી પગપાળા જતા યાત્રીકોને ફોર વ્હીલર ગાડીએ અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૩ યુવાનોના મોત થયા હોવાની જાણકારી મળી છે.

આ યાત્રિકો દેવગઢ બારીયા તાલુકાના ભુતપગલા ગામ અને સીંગવડ તાલુકાના ચુંદડીના પરબીયા ગામના રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.હાલ ત્રણેવના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સ્વીફટ ચાલકને પકડીને શહેરા પોલીસ મથકે લોકઅપમાં રાખવામા આવ્યો છે.આ ઘટના અંગે શહેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story