Connect Gujarat

“અકસ્માતની વણજાર” : ભરૂચ જીલ્લામાં અલગ અલગ સ્થળે સર્જાયા 4 અકસ્માત, 14થી વધુ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

“અકસ્માતની વણજાર” : ભરૂચ જીલ્લામાં અલગ અલગ સ્થળે સર્જાયા 4 અકસ્માત, 14થી વધુ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
X

ભરૂચ જીલ્લામાં ગતરોજ અકસ્માતના ચાર જેટલા અલગ અલગ બનાવ બનવા પામ્યા હતા. જેમાં 14થી વધુ ઇજાગ્રસ્તોને શહેરની ખાનગી તેમજ સિવિલ હોસ્પીટલ સહિત નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચના દહેજ સેઝ-2માં બેફામ ઝડપે દોડતી એક ઈનોવા

કારની અડફેટે આવી જતાં 6 જેટલા શ્રમજીવીઓને ઇજા પહોચી હતી. જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડાયા

હતા, જ્યાં તમામ ઇજાગ્રસ્તો પૈકી 3થી વધુ શ્રમજીવીઓની

હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ દહેજ પોલીસને થતાં પોલીસે અકસ્માતનો

ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉપરાંત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામ નજીક એક મરઘી ભરીને જતી

પિકઅપ વાનના ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા પિકઅપ વાન ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ

હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, પિકઅપ વાનનો

કચ્ચરઘાણ નીકળી જતાં તેના કાટમાળમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો. ત્યાર બાદ અકસ્માતે

દોડી આવેલા લોકોએ પિકઅપ વાનનું પતરું કાપી ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસક્યું હાથ

ધર્યું હતું. ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢવામાં

સફળતા મળી હતી. અકસ્માતમાં અન્ય એકને પણ ઇજા પહોચતા 108 દ્વારા બન્ને ઇજાગ્રસ્તોને

સૌપ્રથમ પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા

હતા.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર નજીક માર્ગ પર અચાનક શ્વાન આવી જતાં

રિક્ષાચાલકે બ્રેક મારી હતી, પરંતુ ચાલકનો સ્ટિયરિંગ ઉપર

કાબુ ન રહેતા રિક્ષા દીવાલ સાથે અથડાઇને પલટી મારી ગઈ હતી, જે અકસ્માતની ઘટના નજીકમાં લેગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં

રિક્ષામાં સવાર 4 જેટલા મુસાફરોનો ઇજા પહોંચી હતી. તો શહેરના પશ્વિમ વિસ્તારમાં

આવેલા શેરપુરા નજીક માર્ગ પર એક ટ્રેક્ટર ચાલકનો પણ સ્ટિયરિંગ પર કાબૂ રહ્યો ન

હતો. જેના કારણે માર્ગ પરથી પસાર થઈ રહેલા 2 રાહદારીઓ અડફેટમાં આવી ગયા હતા. હાલ

તો ભરૂચ જીલ્લામાં અકસ્માતોની વણજાર વચ્ચે 14થી વધુ લોકોને ઇજા પહોચતા તમામને

સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Next Story
Share it