Top
Connect Gujarat

અક્ષયકુમારે ગંગાના કિનારે ચગાવ્યો પતંગ

અક્ષયકુમારે ગંગાના કિનારે ચગાવ્યો પતંગ
X

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર મંગળવારે પોતાની આગમી ફિલ્મના શૂટીંગ માટે વારાણસી પહોંચ્યા હતા. ત્યારે અહીં તેમને થોડા સમય માટે ગંગા નદીના કિનારા પર પતંગ ચગાવવાનો પણ મોકો મળી ગયો હતો.

ખરાબ વાતાવરણના કારણે શૂટીંગ શક્ય ન હોવાથી અભિનેતા અક્ષય કુમારને પોતાની આ નવરાશની પળને માણવાનો સારો મોકો મળી ગયો હતો.

unnamed-10

અક્ષય કુમારે ટ્વિટર પર તેમજ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે ક્યારેય વિચાર્યુ નહોતુ કે ગંગાના ઘાટ પર બેસીને પતંગ ઉડાવીશ.

તાજેતરમાં જ અક્ષય પત્ની ટ્વિન્કલ અને પુત્ર આરવ, પુત્રી નિતારા સાથે માલદીવ્સમાં પોતાના બર્થે ડે પર વેકેશન મનાવીને પાછો ફર્યો છે. માલદીવ્સથી પાછા આવ્યા બાદ તરત જ અક્ષય કુમારે પોતાનું કામ શરૂ કરી દીધું છે.

આ વર્ષે અક્ષય કુમારની ત્રણ ફિલ્મો રીલિઝ થઇ છે. જેમાં હાઉસફુલ 3, એરલિફ્ટ અને રૂસ્તમનો સમાવેશ થાય છે.

Next Story
Share it