Connect Gujarat

અક્ષય કુમારે ચેન્નાઈમાં બની રહેલી ટ્રાન્સજેન્ડર કોલોની માટે આપ્યું 1.5 કરોડ રૂપિયાનું દાન

અક્ષય કુમારે ચેન્નાઈમાં બની રહેલી ટ્રાન્સજેન્ડર કોલોની માટે આપ્યું 1.5 કરોડ રૂપિયાનું દાન
X

ફિલ્મ લક્ષ્મી બોમ્બના અભિનેતા અક્ષય કુમાર અને નિર્દેશક રાધવ લોરેંસ ચેન્નઈમાં ટ્રાન્સજેન્ડર માટે ઘર બનાવશે. રાઘવે પોતાના સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી શેર કરી છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે અનેક ચેરિટી કાર્યો કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ કર્યું છે.

ફિલ્મમેકર રાઘવ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી. ચેન્નઈમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર કોલોની બની રહી છે. અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર કોલોની માટે 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને આ અંગેની માહિતી મળી હતી અને તેણે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને મદદ કરવાનો નિર્ણય લીધો હતો.

હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં

આવ્યું હતું. આ ફિલ્મ હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ કંચના 2ની હિંદી રિમેક છે.

ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ઓરિજિનલ ફિલ્મના

ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેક ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય

કુમાર ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં જોવા મળશે.

Next Story
Share it