Connect Gujarat
ગુજરાત

અતિભારે વરસાદને પગલે પુરની સ્થીતિમાં રેસ્ક્યુ અર્થે ભરૂચના સાગર રક્ષક દળના જવાનો વડોદરા પહોંચ્યા

અતિભારે વરસાદને પગલે પુરની સ્થીતિમાં રેસ્ક્યુ અર્થે ભરૂચના સાગર રક્ષક દળના જવાનો વડોદરા પહોંચ્યા
X

હાલ સમગ્ર ગુજરાતમાં લો પ્રેસરને કારણે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે.ત્યારે ભરૂચ જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણ કંન્ટ્રોલ હેઠળ છે.તમામ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા અને હેડ ક્વાટર ના છોડવાની સુચના આપવામાં આવી છે.

વડોદરામાં અતિભારે વરસાદને પગલે ગુજરાત સરકારનુ તંત્ર કામે લાગ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ- એનડીઆરએફની ૩ ટીમ ત્યાં સ્થાયી હોઈ આ ટીમ બચાવ-રેસ્ક્યૂના કામે લાગી છે. આ પ્રત્યેક ટીમમાં 35 જેટલા જવાનો બચાવના સાધનો સાથે સુસજ્જ છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ-એસડીઆરએફની પણ બે ટીમ પણ ત્યાં બચાવ કાર્યમાં લાગી છે. આ પ્રત્યેક ટીમમાં 100 જેટલા જવાનો સામેલ છે. ગાંધીનગરથી પણ એસડીઆરએફની વધારાની એક પણ વડોદરા પહોંચી ગઇ છે.

તો ભરૂચ ખાતે થી પણ સાગર રક્ષક દળના જવાનોને પણ સ્ટેન્ડ ટુ રખાયા છે. તેમજ ગત રાતે વડોદરા ખાતે જે પુરની સ્થીતિનું નિર્માણ થયું છે. તેમની મદદે ૪૬ જેટલા સાગર રક્ષક દળના જવાનોને જી.આર.ડી. પી.એસ.આઇ સાથે રેસ્ક્યુ અથે પુરી ટીમ રવાના કરેલ છે.

Next Story
Share it