Top
Connect Gujarat

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પિતાનું નિધન, બોલીવુડની અનેક હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પિતાનું નિધન, બોલીવુડની અનેક હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક
X

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના 74 વર્ષીય બિઝનેસમેન પિતા સુરેન્દ્ર શેટ્ટીનું મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દુઃખદ અવસાન થતા બોલીવુડમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

master

સુરેન્દ્ર શેટ્ટીને હૃદય રોગનો હુમલો આવતા તેઓને સારવારઅર્થે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 74 વર્ષની જૈફ વયે સુરેન્દ્ર શેટ્ટીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. જાણવા મળ્યા મુજબ શિલ્પા શેટ્ટીની માતાને આ અંગે જાણ થતા તેઓ ઘેરા આઘાતમાં સરી પડયા હતા.

shilpa-shetty-family

આ દુઃખદ ઘડીમાં બોલીવુડના સિતારાઓએ પણ શિલ્પા શેટ્ટી અને તેઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Next Story
Share it