Top
Connect Gujarat

અભિષેક બચ્ચનના નામે છે આ વર્લ્ડ રેકોર્ડ

અભિષેક બચ્ચનના નામે છે આ વર્લ્ડ રેકોર્ડ
X

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને સૌ મિલેનિયમ સ્ટાર કે સદીના મહાનાયક તરીકે ઓળખે છે. જોકે તેમનો પુત્ર અભિષેક બચ્ચન ફિલ્મજગતમાં તેટલી સફળતા મેળવી શક્યો નથી. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિષેક બચ્ચનના નામે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક રેકોર્ડ પણ છે.

12 કલાકના સમયગાળાની અંદર જાહેરમાં સૌથી વધુ વખત આવનાર સ્ટાર તરીકેનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અભિષેક બચ્ચનના નામે છે.

આ રેકોર્ડ અભિષેક બચ્ચને 2009માં તેની ફિલ્મ ‘દિલ્લી 6’ વખતે બનાવ્યો હતો. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિષેક બચ્ચન 12 કલાકમાં સાત વખત જાહેરમાં સામે આવ્યા હતા. તેઓ 22 ફેબ્રુઆરી, 2009ના રોજ સાત વિવિધ શહેરમાં માત્ર 12 કલાકની અંદર જાહેરમાં દેખાયા હતા. જેમાં ગાઝિયાબાદ, નોઇડા, ફરીદાબાદ, દિલ્હી, ગુડગાંવ, ચંડીગઢ અને મુંબઇ જેવા શહેરોનો સમાવેશ થાય છે.

આ અગાઉ આ રેકોર્ડ હોલિવૂડ એક્ટર વિલ સ્મીથના નામે હતો. જેઓ 2004માં પોતાની ફિલ્મ‘આઇ રોબોટ’ના પ્રમોશન માટે ત્રણ કલાકમાં બે વખત સામે આવ્યા હતા.

Next Story
Share it