Top
Connect Gujarat

અમદાવાદનાં ઓઢાવમાં મહિલાના મોત મામલો, પતિ ફરાર થતા પોલીસને થઈ હત્યાની શંકા

અમદાવાદનાં ઓઢાવમાં મહિલાના મોત મામલો, પતિ ફરાર થતા પોલીસને થઈ હત્યાની શંકા
X

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મહિલાએ દેશી બનાવટની બંદૂકથી આત્માહત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને સૌપ્રથમ મહિલાના મોતથી ઘરકંકાસ અને બીમારીને કારણે પગલું ભર્યું હોવાનું અનુમાન હતું. પરંતુ મહિલાના મોત બાદથી જ તેમનો પતિ ફરાર થઈ જતા પોલીસે અનેક શંકાઓ વ્યક્ત કરી હતી.

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં શ્રેયા રેસિડેન્સીમાં વહેલી સવારે એક મહિલાએ દેશી બનાવટી બંદૂકથી આત્માહત્યા કરી હતી. બનાવની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહિલાએ પોતાના ઘરમાં જ આત્માહત્યા કરતા પાડોશીઓ પણ એકઠા થઇ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહિલાએ ઘરકંકાસ અને બીમારીને કારણે પગલું ભર્યું છે. શરૂઆતમાં પોલીસે આત્માહત્યાની દિશામાં તપાસ કરી હતી પરંતુ બનાવ બાદ મહિલાનો પતિ ફરાર થઈ જતાં પોલીસે હત્યાની શંકા પણ વ્યક્ત કરી હતી. જોકે મહિલાના મૃતદેહ પાસેથી પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.

વધુમાં જાણવા મળ્યું હતું કે, મહિલાનો પતિ અગાઉ ખંડણી સહિત વ્યાજખોરી જેવી ગુન્હાહિત પ્રવૃત્તિઓ સાથે સંકડાએલ હતો. ઘટના બાદ પોલીસે આ દિશામાં પણ તપાસ આગળ વધારી છે કે બંદૂક ક્યાંથી આવી અને કોણ લાવ્યું...? હાલ ઓઢવ પોલીસ દ્વારા મહિલાના પતિની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Next Story
Share it