Top
Connect Gujarat

અમદાવાદના એરપોર્ટ પર ઝડપાયું 24 કિલો સોનું

અમદાવાદના એરપોર્ટ પર ઝડપાયું 24 કિલો સોનું
X

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા એક શખ્સ પાસેથી 24 કિલો સોનું ઝડપી પાડવામાં આવ્યું છે આ મામલે કસ્ટમના અધિકારીઓએ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવતા એરપોર્ટના ગ્રાઉંડ સ્ટાફની મદદ લેવાનું સામે આવી રહયુ છે અને એક એરપોર્ટ કર્મીની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી રૂપિયા 7 કરોડની કિંમતનું 24 કિલો સોનું ઝડપાયું હતું. સોનું બહાર લાવવા માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી. મંગળવારે સવારે આવેલી દુબઇની ફલાઇટમાં એક પેસેન્જર આવતા હતા અને સોનું કાર્ગોની ટ્રોલી રાખવામાં આવ્યું હતું , ત્યાં એરકાર્ગોનું કામ કરતા એક શખ્સને તેણે બોક્સ આપ્યું હતું,

ત્યારે જ કસ્ટમના અધિકારીઓએ જીગ્નેશ નામના શખ્સને સોના સાથે ઝડપી લીધો હતો. ત્યાર બાદ જીગ્નેશની અટકાયત કરવામાં આવી હતી. તેમજ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા મુસાફર અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિગ્નેશ ગ્રાઉન્ડ સ્ટાફમાં જ કામ કરે છે .

Next Story
Share it