Top
Connect Gujarat

અમદાવાદનું તંત્ર બન્યું સાબદું ક્લાસિસ કરાવ્યા બંધ 

અમદાવાદનું તંત્ર બન્યું સાબદું ક્લાસિસ કરાવ્યા બંધ 
X

અમદાવાદ ફાયર જુદી જુદી ટીમો શનિવારથી શહેરના 600થી વધુ ટ્યૂશન કલાલીસની તપાસ હાથ ધરશે. ફાયર સેફ્ટીના સાધનોઅને ફાયર એનઓસી, છે કે નહીં તેની ચકાસણી કરીને કાર્યવાહી કરશે.‘ શહેરના તમામ ટ્યૂશન કલાસીસની તપાસ હાથ ધરાશે. જેમાં ફાયર સેફટી અંગે ઈન્સ્પેકશન કરવામાં આવશે. ખાસ કરીને, દરેક કલાસીસ પાસે ફાયર એનઓસી અને જો એનઓસી હોય તો નિયમ પ્રમાણે ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે અંગે ચકાસણી હાથ ધરાશે.

સુરતમાં ટ્યૂશન કલાસીસમાં આગની ઘટનાને પગલે અમદાવાદ ટ્યૂશન કલાસીસ બંધ રાખવાનો પોલીસ કમિશનરે આદેશ કરવામાં આવ્યો છે. બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં 25 મે થી 23 જુલાઈ સુધી ટ્યૂશન કલાસીસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ટ્યૂશન કલાસીસ ઉપરાંત તમામ પ્રકારના કોચિંગ કલાસીસ, સમર કેમ્પ પણ બંધ કરવાનો પોલીસે આદેશ કર્યો છે. જો કે અમદાવાદનાં દરેક ટ્યુશન ક્લાસીસના એકમો પર હમણાંતો જ્યાં સુધી ફાયર વિભાગની એનઓસી અને ફાયર સેફ્ટીના સંસાધનો ન લાગે ત્યાં સુધી દરેક ક્લાસીસને બંધ કરવામાં આવ્યા ચ્હે ખાસ કરીને જેતે વિસ્તારની સ્થાનિક પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્લાસીસને લોક મરવામાં આવ્યા હતા.

Next Story
Share it