Top
Connect Gujarat

અમદાવાદમાં જાહેર માર્ગ પર રખડતા ઢોરોનાં માલિકો સામે કડક કાર્યવાહીનાં પોલીસ કમિશનરનાં આદેશ

અમદાવાદમાં  જાહેર માર્ગ પર રખડતા ઢોરોનાં  માલિકો  સામે કડક કાર્યવાહીનાં પોલીસ કમિશનરનાં આદેશ
X

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોનાં ત્રાસ સામે પ્રજાને રાહત આપવા માટે પોલીસ કમિશનર દ્વારા પશુપાલકો સામે કડક પોલીસ કાર્યવાહીના આદેશો આપ્યા છે.

અમદાવાદ શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરને લીધે અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. અને રખડતા ઢોરનાં કારણે અકસ્માત થાય તો ઢોર માલિકો સામે ગુનો નોંધવાના પોલીસ કમિશનરે આદેશ કર્યા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘે રસ્તા પર રખડતા ઢોરોને કારણે અકસ્માત સર્જાશે તો ઢોર માલિકો સામે IPC 308 મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મિડીયાને જણાવ્યુ હતુ.

Next Story
Share it