અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે હત્યા, ચોરી, લૂંટ જેવા બનાવો વધી રહ્યા છે. દાણીલીમડામાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. કુદરતી હાજતે ગયેલા યુવકને અજાણ્યા શખ્સોએ લૂંટી લીધા બાદ મોતને ઘાટ ઉતાર્યો હતો. દાણીલીમડા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર બારેજામાં રહેતો ૪૦ વર્ષિય મહેન્દ્ર ઉર્ફે મનોજ પરમાર દાણીલીમડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. તે આજે સવારે મહેન્દ્ર ૯ વાગે ફેકટરી પર રાબેદા મુજબ આવી ગયો હતો. મહેન્દ્રને સવારે દસ વાગ્યાની આસપાસ તેના ફેક્ટરીની બાજુમાં આવેલ બંધ ફેક્ટરીની અવાવરૂ જગ્યા પર કુદરતી હાજત કરવામાં ગયો હતો. આ બંધ ફેક્ટરીમાં પહેલાથી કેટલાક તોફાની તત્વો અડ્ડો જમાવીને બેઠા હતા.

મહેન્દ્ર જેવો ફેક્ટરીની જગ્યા પર ગયો ત્યારે તોફાની તત્વોએ તેના પર હુમલો કરી અને તેની પાસે રહેલ મોબાઇલ ફોન અને રોકડ રકમ લૂંટીને ચપ્પુનો ઘા મારીને ફરાર થઇ ગયા હતા. લોહીથી લથપથ થયેલો મહેન્દ્ર ફેક્ટરીની બહાર આવ્યો હતો અને જમીન પર ઢળી પડ્યો હતો. સ્થાનિકો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયુ હતું. દાણીલીમડા પોલીસને સમગ્ર હકીકતની જાણ કરાતા તેઓ તાત્કાલી ઘટના સ્થળે પહોચી અને તપાસનો આરંભી હતી.

LEAVE A REPLY