Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં વિવિધ પ્રજાતિના સરિસૃપ બહાર નીકળ્યા : વરસાદ બાદ દરમાં બફારો થતાં ઝેરી જીવજંતુઓ આવ્યા બહાર

અમદાવાદમાં વિવિધ પ્રજાતિના સરિસૃપ બહાર નીકળ્યા : વરસાદ બાદ દરમાં બફારો થતાં ઝેરી જીવજંતુઓ આવ્યા બહાર
X

હાલ રાજયભરમાં અસહ્ય બફારા બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં થોડા ઘણા અંશે ઠંડક પ્રસરી જવા પામી છે. મોસમના પ્રથમ વરસાદ બાદ દરમાં બફારો વધતા સાંપ સહિતના ઝેરી જીવજંતુઓ દરમાંથી બહાર નિકળે છે. એવું પણ માનવામાં આવે છે કે સાંપ એવું સરિસૃપ પ્રાણી છે જેને પાણીની અંદર શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વરસાદ દરમિયાન જેવુ પાણી સાંપના દરમાં જાય છે કે તરત જ સાંપબહાર નીકળી આવે છે.

આ જ પ્રકારના ઘણા કિસ્સાઓ અમદાવાદ શહેરમાં પણ સામે આવ્યા છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં સાંપની વિવિધ પ્રજાતિના અનેક સરિસૃપો બહાર નીકળી આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટ નજીકની સોસાયટી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સરિસૃપો બહાર નીકળી આવવાના બનાવો બન્યા છે. તો રિવરફ્રન્ટના આસપાસના વિસ્તારોમાં સાંપ નીકળવાના બનાવોને ધ્યાને રાખી લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આજરોજ તા. ૧૮ જૂનની વહેલી સવારથી જ અમદાવાદના રખિયાલ, સોલા, નાના ચિલોડા, રાણીપ-આરટીઓ અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાંથી સાંપને રેસ્ક્યુ કરી પકડવામાં આવ્યા હતા. લગભગ ૬ જેટલી અલગ અલગ પ્રજાતિઓના સાપને રેસક્યું કરી પકડવામાં આવ્યા હતા. જેમાં રસલ વાઇપર,કોબ્રા, ધામણ સહિતની વિવિધ પ્રજાતિઓના સાપનો સમાવેશ થાય છે. ત્યારબાદ આ પકડાએલ તમામ સાંપને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારના સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા હતા.

Next Story