અમદાવાદમાં હાર્દિક પટેલનો ફરી થયો વિરોધ

115

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક બાદ એક દરેક સભામાં વિરોધ  જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પણ જાહેરસભામાં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જેમાં પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ પણ હાજર હતા. પરંતુ જ્યારે દરેકના ભાષણ પુરા થયા અને હાર્દિકનું ભાષણ ચાલુ થયું ત્યારેજ લોકોએ તેનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું હતું. તથા કેટલાક વિરોધીઓએ અલ્પેશ કથરીયાના પોસ્ટર બતાવી વિરોધ દર્શાવ્યો હતો.

જો કે આ મામલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધનો દરેકને અધિકાર છે સાથે સાથે હાર્દિક પટેલ દ્વારા કમિશ્નર ને પત્ર પણ લખવમાં આવ્યો હતો. જાહેર સભામાં તેને ખતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વિપક્ષના ઉમેદવાર ગીતા પટેલે જણાવ્યું કે આ બધું કાવતરું બીજેપી વાળાએ કરાવ્યું છે અને અલ્પેશ કથરીયાના નામે બીજેપી આવી ગંદી ચાલો રમે છે.

LEAVE A REPLY