Top
Connect Gujarat

અમદાવાદમાં 93 વર્ષીય વૃધ્ધની હત્યાથી ચકચાર

અમદાવાદમાં 93 વર્ષીય વૃધ્ધની હત્યાથી ચકચાર
X

અમદાવાદ શહેરની દર્શન સોસાયટીમાં રહેતા 93 વર્ષીય વૃધ્ધની હત્યા થી અરેરાટી વ્યાપી ગઈ છે. અને પોલીસ દ્વારા ઘટના અંગેની જરૂરી તપાસ શરુ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરનાં નવરંગપુરાની દર્શન સોસાયટીમાં રહેતા રસિક મેહતા ઉ.વ.93 વર્ષીય વૃધ્ધની હત્યા કરેલી લાશ મળી આવી છે.

જાણવા મળ્યા મુજબ રસિક મેહતા તેમના પરિવાર સાથે રહેતા હતા, અને તારીખ 26મી ઓગષ્ટ શનિવારની સવારે તેમના પુત્ર ઉઠયા તો પિતાની લાશ જોઈને તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા.

ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા નવરંગપુરા પોલીસ અને ક્રાઇબ બ્રાન્ચનાં અધિકારીઓ દોડી આવીને તપાસ શરુ કરી હતી. રસિક મેહતાની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે, અને હવે પોલીસ હત્યા પાછળનું કારણ અને હત્યારાઓને શોધવા માટેની કવાયત શરુ કરી છે.

Next Story
Share it