અમદાવાદની અમરાઇવાડી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને અમરાઈવાડી વિસ્તારના લોકો દ્વારા સાકર તોલા કરવામાં આવ્યા હતાં. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અવનવા પેંતરા અજમાવી રહયાં છે.

અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને અમરાઈવાડી ઇન્દ્રપુરી વિસ્તારના લોકોએ સાકર તોલા કર્યા હતાં. આ બેઠક ઉપરથી  ધર્મેન્દ્ર પટેલ જીતશે ત્યારે આ સાકર લોકોને વહેંચવામાં આવશે જોકે મહત્વપૂર્ણ બાબત એ છે કે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહયાં છે. 21મી તારીખે મતદાન દરમિયાન મતદારો કોના તરફી મતદાન કરે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here