Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ઓનલાઈન ફાર્મસી જનતાના આરોગ્ય અને મેડિકલ સ્ટોર માટે ખતરાની ઘંટડી બનશે

અમદાવાદ : ઓનલાઈન ફાર્મસી જનતાના આરોગ્ય અને મેડિકલ સ્ટોર માટે ખતરાની ઘંટડી બનશે
X

અમદાવાદ દવાઓનું ઓનલાઈન વેચાણ એટલે કે ઈ-ફાર્મસીઓ મોટાપાયે શરૂ કરવામાટે નીતિનિયમો ઘડી કાઢવા કેન્દ્ર સરકારે તૈયાર કરેલો સૂચિત ડ્રાફ્ટ જનતાના આરોગ્ય તેમજ મેડિકલ સ્ટોર બંને માટે ખતરાની ઘંટડી છે. તેનો અમલ તત્કાલ સ્થગિત કરવામાં આવે અને ફાર્માસીસ્ટોની રજૂઆતોને સાંભળવામાં આવે એવો મત વિવિધ શહેરોના દવા બજારોના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.

ફાર્માસીસ્ટો તરફથી ઉગ્ર વિરોધ દર્શાવવા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની બેઠકમાં ખાસ એક્શન પ્લાન ઘડી કાઢી ફાર્માસીસ્ટો તરફથી સૂચિત ડ્રાફ્ટ સામે ઉગ્ર વિરોધ દર્શાવવા રવિવારે અમદાવાદની સિવીલ હૉસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ડીન તથા બોર્ડ ઑફ ગવર્નન્સ સભ્ય ડૉ.સી.એન. પટેલ અને કાઉન્સિલના પ્રમુખ મોન્ટુભાઈ પટેલ તેમજ સભ્યો તથા સલાહકાર સભ્યોએ ચર્ચાવિચારણામાં ભાગ લીધો હતો. બેઠકમાં નોર્થ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન - મહેસાણા,ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિયેશનના સુભાષ શાહ, અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ,

ભાવનગર સહિતના રાજ્યભરના વિવિધ શહેરોના ફાર્માસીસ્ટોઓ રૂબરૂ તેમજ કાઉન્સિલને પત્રો પાઠવીને ઓનલાઈન ફાર્મસીથી ઊભા થનારા સંભવિત જોખમો વિશેના મંતવ્યો રજૂ કર્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ વિશે ગઈકાલની બેઠકમાં વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

Next Story