અમદાવાદ : કર્ણાવતી કલબના સીઇઓ સહિત 8 સભ્યો કોરોનાની ઝપેટમાં

0

કર્ણાવતી ક્લબના સીઈઓ અને પ્રમુખ સહિત 8 કોરોના પોઝિટિવ આવતાં શુક્રવાર સુધી ક્લબની ઓફિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ 8 સભ્યો પોઝિટિવ હોવા છતાં ક્લબના અન્ય સભ્યોને રવિવાર સુધી તેની જાણ કરવામાં આવી ન હતી.આખરે ક્લબને શુક્રવાર સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

ક્લબના કર્મચારીઓમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવના કેસ કાબુમાં ન આવતા અંતે ક્લબની ઓફિસને સાત દિવસ સુધી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્લબના 15 હજાર જેટલા સભ્યોને આ અંગે અઠવાડિયા સુધી જાણ કરવામાં આવી ન હોતી. ક્લબમાં ધીરે ધીરે તમામ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લે કાર્ડ રૂમ પણ ઓપન કરી દેવામાં આવ્યું છે. ક્લબમાં નાની-મોટી ઉંમરના લોકો આવતા હોય છે પરંતુ મેમ્બરોથી કોવિડના કેસ સંતાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ક્લબના પ્રેસિડન્ટ એન.જી. પટેલ અને વાઇસ પ્રેસિડન્ટ જ્યેશ મોદી કોરોના પોઝિટિવ આવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here