અમદાવાદ: કાંકરિયા ખાતે CM વિજય રૂપાણી દ્વારા કાર્નિવલ ઉત્સવ ખુલ્લો મુકાયો

કાંકરિયા કાર્નિવલનો આજે રંગેચંગે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી કાર્નિવલનો શુભારંભ કરાવ્યો હતો.25 ડિસેમ્બર 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી ૫૦ બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા છે.
મુખ્યમંત્રીએ
કાર્નિવલના ઉદ્ધાટન સમયે ડ્રેનેજ અને હાઉસિંગના મળી કુલ 1050 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત
અને લોકાર્પણ કર્યું હતું. અમદાવાદના શહેરીજનો કાંકરિયા પરિસરમાં આવેલા કિડ્સ સિટી, બલૂન સફારી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાયર પાર્ક, નગીના વાડી, મ્યૂઝિકલ ફાઉન્ટેન, કિડ્સ રાઈડ્સ, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરિયમ, ગ્લાઈડર રાઈડ્સ, સેગ-વે સફારી રાઈડ, એડવેન્ચર ટ્રી વોક, ટાર્ગેટ આર્ચરી, મિનિએચર ગોલ્ફ કોર્સ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, બેટરી ઓપરેટર કાર, જેટ સ્કી, કાયાકીંગ, ફીશ એક્વિરિયમની પણ મજા માણી શકશે.