અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ તથા ખૂન અને હથિયારના ગુનામાં પેરોલ જમ્પ થયેલ કુખ્યાત આરોપી શિવા મહાલીગમને એક પિસ્ટલ અને ૪ કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો છે.

શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં શિવા સામે બિલ્ડર પાસે ખંડણી માંગવાનો ગુનો નોધાયો હતો. ઉપરાંત શીવાએ પેરોલ પણ જમ્પ કરેલુ હતું. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા થઇ રહી હતી. ત્યારે બાતમીને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શિવાને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વેજલપુરમાં ચાની કીટલી વાળા ઉપર ફાયરીંગ કરી ખૂન કરવાના કેસમાં તથા હથિયારના કેસોમાં પકડાયેલા હતો. જે કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો. જ્યાં છેતરપીંડી કેસના આરોપી તલ્લાહ મન્સુરી સાથે તેની મુલાકાત થઇ હતી.

તલ્લાહ મન્સુરીએ શિવાને જણાવ્યું હતું કે તેના મિત્ર સજ્જુએ તેના અબજોપતિ કાકા સાથે છેતરપીંડીના કેસમાં ફસાવેલ છે. સજ્જુ પાસે ઘણા રૂપિયા છે. તેને ધમકી આપી રૂપિયાની માંગણી કરશે તો ડરીને પૈસા આપી દેશે તેમ જણાવ્યું હતું જેથી બંને મળીને પ્લાન બનાવ્યો હતો કે પેરોલ ઉપર છૂટીને ખંડણી માંગશે. નક્કી કર્યા મુજબ ગત ૧૨ ડીસેમ્બર ૨૦૧૮એ શિવા વચગાળાના જમીન પર છૂટ્યો હતો. ૨૦ ડિસેમ્બરે જેલમાં હાજર થવાનું હતું પરંતુ હાજર થયો ન હતો અને પોતાની પત્ની અને બાળકોને લઈને અંકલેશ્વર જતો રહ્યો હતો. જ્યાંથી વેજલપુરમાં રહેતા જમીન દલાલ ઈસ્માઈલ શેખ ઉર્ફે સજ્જુને ફોન કરીને પોતાના નામથી ડરાવીને ધમકી આપીને ૫૦ લાખની માંગણી કરી હતી. જેથી ઈસ્માઈલ શેખે ઉર્ફ સજ્જુએ આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જે કેસમાં તલ્લાહ મન્સૂરી પકડાઈ ગયો હતો અને શિવા નાસ્તો ફરતો હતો.

શિવા અગાઉ ઘણા ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી અને ઘણી દુશ્મનીઓ હોવાથી પોતાની સાથે રક્ષણ માટે ગેરકાયદેસર હથિયાર પણ રાખતો હતો. જેલમાંથી વચગાળાના જમીન પર છૂટ્યા બાદ પોતે મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં કુક્શી ગામ ખાતે ગયો હતો. જગતિત સરદાર નામના ઇસમ પાસેથી પિસ્ટલ અને કાર્ટીઝો લાવ્યો હોવાનું શિવાએ પોલીસને જણાવ્યું હતું.

 

LEAVE A REPLY