અમદાવાદ: કોંગ્રેસે કુચ કરી સ્થાપના દિવસની કરી ઉજવણી

અમદાવાદમાં
કોંગ્રેસના 135 માં સ્થાપના દિવસ ની ઉજવણી રૂપે
અમદાવાદમાં આજે આશ્રમથી ઉસ્માનપુરા સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી દાંડીકૂચ કરવામાં આવી
હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અલગ-અલગ શહેરોમાંથી આવેલા કાર્યકરો જોડાયા
હતા સાથે સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજીવ સાતવ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
ની અધ્યક્ષતા માં સંવિધાન બચાવો દેશ બચાવો ની સૂત્રતા સાથે મોટી સંખ્યામાં લોકો
જોડાયા હતા.
આજે
કોંગ્રેસનો 135 મો સ્થાપના દિન કેન્દ્રમાં તો ખરો
જ પરંતુ ગુજરાતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ ઉજવણી રૂપે અમદાવાદમાં
આશ્રમરોડ થી લઈને આરટીઓ તથા ઉસ્માનપુરા બ્રિજ સરદાર પટેલના સ્ટેચ્યૂ સુધી કુચ
કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજીવ સાતવ અને કોંગ્રેસના
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તથા
અન્ય લોકો પણ જોડાયા હતા. જોકે સંવિધાન બચાવો દેશ બચાવોના સૂત્રતા સાથે રાજીવ સાતવ
જણાવ્યું હતું કે દેશમાં સંવિધાનની હાલત હમણાં બહુ ખરાબ થઈ ગઈ છે. ત્યારે હવે
સંવિધાન પણ બચાવવો જરૂરી છે. ત્યારે લોકોને સંબોધતા સંબોધતા અમિત ચાવડાએ પણ
જણાવ્યું હતું કે આપણા દેશમાં ભાજપ દ્વારા મોંઘવારીનો માર અને બેરોજગારીનું માર
લોકોને પડી રહ્યો છે.