Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાની બિમારીથી સાજી થયેલી યુવતીનું એપાર્ટમેન્ટમાં ભવ્ય સ્વાગત

અમદાવાદ : કોરોનાની બિમારીથી સાજી થયેલી યુવતીનું એપાર્ટમેન્ટમાં ભવ્ય સ્વાગત
X

અમદાવાદમાં રહેતી યુવતી કોરોનાની બિમારીમાંથી સાજી થયા બાદ ઘરે પહોંચતા

તેના એપાર્ટમેન્ટમાં તેનું તાળીઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાંથી કોરોના વાયરસના 22 જેટલા પોઝીટીવ કેસ મળી આવ્યાં છે. આંબાવાડી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય યુવતીને કોરોનાનું સંક્રમણ લાગતાં તે જાતે

હોસ્પિટલ ખાતે પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તે સાજી થઇ ગઇ હતી. તેની

હાલત સુધારા પર હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. યુવતી હોસ્પિટલથી

જાતે કાર ચલાવીને પોતાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચેલી યુવતીનું તેના

એપાર્ટમેન્ટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ કોરોના વાયરસને

મ્હાત આપી પરત ફરેલી યુવતીને તાળીઓથી વધાવી લીધી હતી.

Next Story