Connect Gujarat
ગુજરાત

અમદાવાદ જેવા વિકાસશીલ શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રજાને પાણી માટે કરવો પડે છે રઝળપાટ

અમદાવાદ જેવા વિકાસશીલ શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રજાને પાણી માટે કરવો પડે છે રઝળપાટ
X

વિકાસની બૂમરાણો મચાવતી સરકારને વાસ્તવિકતાનો ખ્યાલ રહેતો નથી. કેમ કે, વાસ્તવિકતા જાણવા માટે નેતાઓએ તેમની એસી ચેમ્બરો અને જાહોજલાલી છોડીને જનતાની વચ્ચે જવું પડે છે. જે આજના નેતાઓને ચૂંટણીના સમયગાળા સિવાય મંજુર નથી. સરકારી ખર્ચે તાગડધિન્ના કરનારા અધિકારીઓ અને નેતાઓ માટે તો કેનાલ કેટલી બનાવીને તેમાંથી કેટલી રકમનો ભ્રષ્ટાચાર કરવો તે જ મહત્વનું બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. કેનાલો બન્યા પછી એમાં પાણી આવે છે કે કેમ તેની કોઈને પડી નથી.

નેતાઓ અને અધિકારીઓ કદાચ એમ માની રહ્યા છે કે પ્રજાને હમેશા તકલીફમાં રાખો તો જ એ તમને યાદ કરશે બાકી બધી સુવિધાઓ પુરી પાડશો તો લોકોને આપડી જરૂરીયાત જ નહીં રહે. મોટા મોટા ભાષણો કરવા અને ખરા અર્થમાં પ્રજા માટે વિકાસના કામો કરવા બન્નેમાં આસમાન જમીન જેટલો તફાવત છે.ઉનાળાની પહેલા પાણીની તંગી સર્જાશે જ નહીં તેવા નિવેદનો અને ભાષણો કરનારા નેતાઓ આજે ખરેખરમાં ઠેર ઠેર પાણીની તંગી ઉદભવી છે ત્યારે કાંઈ બોલી શકતા નથી. અમદાવાદ જેવા વિકાસશીલ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રજાને પાણી માટે રઝળપાટ કરવો પડે છે અથવા તો ટેન્કરોના સહારે બેસી રહેવું પડે છે. જોકે કેનાલો બન્યા પછી એમાં પાણી આવે છે કે કેમ તેની કોઈને પડી નથી.

Next Story