Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: નરોડા વિસ્તારમાં એએમસી દ્વારા કરાઈ ડીમોલેશનની કામગીરી

અમદાવાદ: નરોડા વિસ્તારમાં એએમસી દ્વારા કરાઈ ડીમોલેશનની કામગીરી
X

અમદાવાદમાં એ.એમ.સી દ્વારા શહેરના બ્યુટીફિકેશનને કામોને લઈને ડીમોલેશનની કામગીરી કરવામાં આવી આવી રહી છે. ત્યાં અમદાવાદના ઉત્તર પૂર્વ વિસ્તારના નરોડામાં ડિમોલિશનની કામગીરી ને લઈને અનેક દબાણને લગતી મિલકતોને તોડવામાં આવી હતી.

અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલ સુત્તર કારખાના બાજુ દબાણોને એ.એએમસી દ્વારા દૂર

કરવામાં આવ્યા હતા. જોકે એએમસી દ્વારા ત્યાંના સ્થાનિકોને નોટિસ પણ આપવામાં આવી હતી તથા ત્યારબાદ

એએમસીના અધિકારીઓ દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે પબ્લિક અને

અધિકારીઓ જોડે થોડી રકઝક થઇ હોવાનું સૂત્રો દ્વારા પણ જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલાક સમય પૂર્વે આ નોટિસ આપ્યા બાદ પણ કેટલાક સ્થાનિકો દ્વારા ઘર ખાલી

કરવામાં આવ્યા નહોતા તથા ત્યાંના આશરે 15થી 20 મકાનો પણ તોડવામાં આવ્યા હતા અને

એએમસીના અધિકારીઓ દ્વારા કોઈ અસમાજિક ઘટના ન બને તે માટે સ્થાનિક પોલિસને પણ

બોલાવવામાં આવી હતી.

Next Story
Share it