અમદાવાદ : નવરાત્રીમાં બિઝનેશમેન અને નોકરીયાતો પણ ઘુમશે ગરબે
BY Connect Gujarat25 Sep 2019 4:22 PM GMT

X
Connect Gujarat25 Sep 2019 4:22 PM GMT
અમદાવાદ શહેરની નવરાત્રીમાં આ વર્ષે બિઝનેશમેનો તથા નોકરીઓ કરતાં લોકો પણ ગરબે ઘુમતા જોવા મળશે.યુવા એન્ત્રપ્રિનિયોર બિઝનેસ યુથ દ્વારા જોબ કરતા લોકોને જયારે સમય મળતો નથી તેવા લોકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશરે 5000થી પણ વધુ લોકો નોરતાના પહેલા દિવસે ભાગ લેશે.
નવરાત્રી આવી રહી છે ત્યારે આ દિવસોમાં દરેક લોકો ગરબે ઘુમી શકે તે માટે અમદાવાદ બિઝનેસ એન્ત્રપ્રિનિયોર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇકો ફ્રેન્ડલી ગરબા એન્ટ્રી રાખવામાં આવી છે. ક્રેડાઈ ઇન્ડિયા ગ્રુપના ચેરપર્સન જક્ષય શાહ પણ આ ગ્રુપમાં જોડાવવાના છે જો કે મહત્વની બાબત એ છે કે અમદાવાદ શહેરના ટોપ બિઝનેસ પર્સન આ ગરબામાં ભાગ લે તેવું આયોજન છે. જેના કારણે ગરબાના આયોજક દવારા જે સીએસઆર કરવાં આવતા હોય છે તેવા લોકોને પણ મદદ મળી શકશે
Next Story