અમદાવાદના જીએમડીસી ખાતે પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પતા મુખ્યમંત્રી

વાડજ થી વાસણા સુધીના રિવરફ્રન્ટ ને પ્રમુખ સ્વામી મહારાજનું નામ આપવાની CM એ કરી જાહેરાત
અમદાવાદના જીએમડીસી કન્વેન્શન સેન્ટર ખાતે તારીખ 3જી સપ્ટેમ્બર શનિવારની સાંજે પ્રમુખસ્વામી મહારાજ ની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.
આ પ્રસંગે BAPS ના વડા મહંત સ્વામી,મુખ્યમંત્રી વિજય રૂપાણી,સહિત મંત્રીમંડળ ના સભ્યો,રાજકીય અગ્રણીઓ,ઉદ્યોગ અગ્રણીઓ તેમજ સાધુ સંતો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રમુખ સ્વામી મહારાજની સ્વામી વિવેકાનંદ સાથે સરખામણી કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં નરસિંહ મહેતા,જલારામ બાપા,અને હેમચંદ્રચાર્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ જેવા યુગપુરુષ ની જેમ પ્રમુખસ્વામી મહારાજ ગુજરાતની ધરતી પર અવતરેલા સંત હતા.આ ઉપરાંત તેઓએ રૂપિયા 1200 કરોડના ખર્ચે બનેલા વાડજ થી વાસણા સુધીના રિવરફ્રન્ટ નું પ્રમુખસ્વામી મહારાજ નું નામ આપવાની જાહેરાત પણ કરી હતી.
જયારે મહંત સ્વામી એ પ્રમુખ સ્વામી વેદ અને પુરાણો ના જાણકાર ન હતા પરંતુ તેમના જીવનનો જે આચાર હતો તેમાંથી ઘણું શીખવા જેવું હતું.તેમનું આચરણ જ તેમનો ઉપદેશ હતો તેમ જાણવાયું હતુ.