Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: પોતાને પોલીસ અધિકારી ગણાવી પેટ્રોલપમ્પની મંજૂરી અપાવવા રૂપિયા માંગનારા શખ્સની ધરપકડ

અમદાવાદ: પોતાને પોલીસ અધિકારી ગણાવી પેટ્રોલપમ્પની મંજૂરી અપાવવા રૂપિયા માંગનારા શખ્સની ધરપકડ
X

ચાંદખેડા પોલીસે પેટ્રોલ પમ્પની મંજૂરી અપાવવાનું કહી રૂપિયા ૨૫ લાખની માંગ કરનાર શુભમ ગૌર નામના યુવકની ધરપકડ કરી છે.

ચાંદખેડા પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ પોતાને પોલીસ અધિકારી ગણાવી પેટ્રોલપમ્પની મંજૂરી અપાવવા ૨૫ લાખની માંગ કરી રહ્યો છે. જેને પગલે ચાંદખેડા પોલીસે મોટેરા નિલકંઠ હોટલ પાસે વોચ ગોઠવી આરોપી શુભમને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પોલીસનું સ્ટીકર, પોલીસ અધિકરીના ટ્રેનિંગ સેન્ટરની ફોટો ફ્રેમ કબ્જે કરી હતી. હાલ પોલીસે આરોપી શુભમે અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તે અંગે તપાસ શરૂ કરી છે.

Next Story