Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગીએ એઝાઝ ખાન વિરુદ્ધ અમદાવાદ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ: ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગીએ એઝાઝ ખાન વિરુદ્ધ અમદાવાદ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
X

આજ રોજ ફિલ્મ ટીવી અભિનેત્રી પાયલ રોહતગીએ એઝાઝ ખાનની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પાયલ રોહતગી આજે અમદાવાદની સાયબર પોલીસ મથકમાં ટીવી રીઆલિટી શો બિગ બૉસના સ્પર્ધક રહેલા એઝાઝ ખાનની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, થોડા દિવસ પહેલા જ એઝાઝ ખાનનો એક વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેઓએ ખૂબ જ ભડકાઉ વાતો કરી હતી, પાયલ રોહિતગીનો આરોપ છે, કે તેમણે આ વિડિઓમાં તેમણે નિંદનીય કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, અને તેમના ચરિત્ર ઉપર કાદવ ઉછાળવાનું કામ કર્યું છે.

આજે બપોરે બે વાગ્યાના નજીકના સમયમાં પાયલ રોહતગી સાથે તેમના વકીલ અમદાવાદના સાયબર પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં તેઓ એઝાઝ ખાનની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. બીજા પોલીસ અધિકારીઓએ તેમને કહ્યું કે એઝાઝ ખાન આ સમયે મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. પણ તે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ આપ્યો.નોંધનીય છે કે થોડા દિવસ પહેલા એઝાઝ ખાનનો એક વિડિઓ વાયરલ થયો હતો વિડિયોમાં બંને અલગ અલગ સમુદાયના લોકોની ભડકાઉ વાતો કરી હતી, પાયલ રોહિતગીના આરોપ છે કે એઝાઝ દ્વારા આ વિડિઓ મારફતે તેમનું અપમાન કરવામાં આવ્યું છે.

Next Story
Share it