Connect Gujarat
ગુજરાત

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતા ૪ના મોત, ૧ ગંભીર

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતા ૪ના મોત, ૧ ગંભીર
X

કાર બ્રિજથી20 ફૂટ નીચે ખાબકી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ગંભીર અકસ્માત થયો છે. નડિયાદ પાસે અકસ્માતમાં ૪ લોકોના મોત નિપજ્યા છે. કાર પલટીને હાઈ-વેથી સાઈડની કોતરોમાં નીચે ખાબકી હતી. કાર પલટીને ૨૦થી ૨૫ ફૂટ નીચે ખાબકતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા ૪ વ્યક્તીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત અને મૃતકોને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કારમાં સવાર પાંચેય યુવક મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરો આપવા જઈ રહ્યાં હતા. કાર (સ્વીફ્ટ ડીઝાયર કાર નં. MH-04-DN-9975 એટલી ઓવરસ્પીડ હતી કે તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી 20 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં

સવાર પાંચમાંથી ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકો મુંબઈમાં બિઝનેસ કરતા હતા.

મૃતક-ઈજાગ્રસ્તનું નામ

  1. બળવંત નાઈ
  2. નારાયણ પુરોહિત
  3. ઈશ્વર
  4. હરજીવન
  5. નારાયણ પુરોહિત (ઘાયલ)

Next Story