Top
Connect Gujarat

અમદાવાદમાં જુદા જુદા સ્થળે મતદાન મથકો (કેન્દ્રો) તૈયાર

અમદાવાદમાં જુદા જુદા સ્થળે મતદાન મથકો (કેન્દ્રો) તૈયાર
X

અમદાવાદમા 23 એપ્રિલના રોજ 5 વિધાનસભાની બેઠકો યોજવવાની છે. ત્યારે અમદાવાદમાંં નોંધાયેલા કુલ ૫૪,૯૫,૮૫૯ મતદારો માટે શહેર-જિલ્લામાં કુલ ૧,૯૨૩ સ્થળો ઉપર ૫,૬૨૭ મતદાન કેન્દ્રો ઉભા કરાશે. જેમાંથી ૨૧ મતદાન કેન્દ્રો દિવ્યાંગ વ્યક્તિ સંચાલીત હશે. તેમજ ૧૦૫ મતદાન કેન્દ્રો મહિલાઓ સંચાલીત હશે. અમદાવાદમાં દસક્રોઇ તાલુકામાં સૌથી વધુ ૪૦૯ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. જ્યારે સૌથી ઓછા ૧૮૮ મતદાન મથકો દરિયાપુરમાં હશે.શ્હેરની ૨૧ વિધાનસભા મતક્ષેત્રમાં અત્યાર સુધીમાં કુલ ૬,૫૮૪ બેલેટ યુનિટ, ૬,૮૬૪ કંટ્રોલ યુનિટ ફાળવાયા છે .તેમજ વીવીપેટ ૭,૦૩૪ ફાળવવામાં આવ્યા છે.

જોકે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર નવા મતદારોની સંખ્યા વધતા આ બેઠકો પર વધારાના ઇવીએમ અને વીવીવેટ આપવામાં આવનાર છે. હાલમાં તેની પ્રક્રિયા ચાલી રહી છે.એક મતદાન મથક ઉપર કુલ પાંચ પોલીંગ સ્ટાફ તૈનાત રહેશે. આમ મતદાન મથકો પર કુલ ૨૮,૧૩૫ કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત માઇક્રો અને ઝોનલ ઓબ્ઝર્વર પણ તૈનાત કરાશે. મતદાન પેટી લાવવા-લઇ જવા માટે પણ અલાયદો સ્ટાફ રખાશે.

આમ અમદાવાદમાં ૪૦ હજાર જેટલા કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરી પર દેખરેખ રાખશે. જો કે શહેર ની ચૂંટણી હવે પૂર્ણતાને આરે છે. શહેરમાં આ વખતે દિવ્યાંગ વ્યક્તિ દ્વારા સંચાલીત કુલ ૨૧ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. જેમાં તેઓ મતદાન મથક પરની તમામ કામગીરી જાતે સંભાળીને તેમની શારીરિક લાચારીને આત્મવિશ્વાસમાં પરિવર્તીત કરશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કુલ ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે. તેઓને લાવવા લઇ જવા માટે વ્હિલચેર અને સહાયકોની પણ મદદ લેવામાં આવનાર છે.

મતદારોને લોભ-પ્રલોભન આપનાર તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા પાત્ર છે. કોઇપણ ઉમેદવાર કે મતદાર કોઇપણ વ્યક્તિને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડે કે ધમકી આપે તો તેની સામે પણ ભારયીત દંડ સંહિતાની કલમ ૧૭૧-ગ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ અથવા બંને સજા થઇ શકે છે. કોઇપણ પ્રકારની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર ફરિયાદ નોંધાવાની જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર અપીલ કરાઇ છે. દસ્ક્રોઈમાં સૌથી વધુ 409 મતદાન મથકો તૈયાર કરાયા. અમદાવાદમા દિવ્યાંગ વ્યક્તિ સંચાલિત મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.

અમદાવાદના મતદાન કેન્દ્રો

વિધાનસભા ક્ષેત્રમતદાન કેન્દ્ર
દસક્રોઇ૪૦૯
ઘાટલોડિયા૩૭૨
વિરમગામ૩૫૪
વટવા૩૪૩
વેજલપુર૩૩૬
સાણંદ૨૯૪
ધંધૂકા૨૮૮
ધોળકા૨૬૧
નારણપુરા૨૪૦
સાબરમતી૨૩૮
નરોડા૨૬૫
નિકોલ૨૩૭
ઠક્કરબાપાનગર૨૨૯
બાપુનગર૨૦૫
એલિસબ્રિજ૨૦૫
અમરાઇવાડી૨૫૩
દાણીલીમડા૨૨૮
અસારવા૨૦૭
મણિનગર૨૪૧
જમાલપુર-ખાડિયા૨૧૪
દરિયાપુર૧૮૮
કુલ૫,૬૨૭

Next Story
Share it