Top
Connect Gujarat

અમદાવાદમાંથી 270 કરોડના ડ્રગ્સ નું કૌભાંડ ઝડપાતા ચકચાર.

અમદાવાદમાંથી 270 કરોડના ડ્રગ્સ નું કૌભાંડ ઝડપાતા ચકચાર.
X

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATS પોલીસનું સફળ ઓપરેશન.

ગાંધીનગર દેહગામ પાસેથી તારીખ 14મી ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATS પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક કંપની માંથી રૂપિયા 270 કરોડ નું એફેડ્રીન ડ્રગ્સ ઝડપી લીધું હતું.આ આખું ડ્રગ્સનું કૌભાંડ આંતર રાષ્ટ્રીય હોવાનું જાણવા મળ્યું છે.

દહેગામના ઉદ્યોગ એકમ માં પાર્ટી ડ્રગ્સ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું,જેનો પર્દાફાશ કરીને પોલીસે ગુજરાત માં સૌથી મોટું ઓપરેશન પાર પડ્યું હતું.આ ઘટના માં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ નો પુત્ર કિશોર રાઠોડની સંડોવણી હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું છે.પોલીસે હાલ તો કંપનીના માલિક નરેન્દ્ર કાચા તેમજ અન્ય આરોપીઓની ધરપકડ કરી છે અને કૌભાંડ માં સામેલ મુંબઈ ના એક વ્યક્તિ તથા કિશોર રાઠોડ સામે ફરિયાદ નોંધીને ધરપકડ ના ચક્રોગતિ માન કર્યા છે.

આ અંગે ભાવસિંહ રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે તેઓનાં પુત્રને કોઈ કાવતરાનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે.

એફેડ્રીન પાવડરનો ઉપયોગ પાર્ટી ડ્રગ્સ બનાવવામાં થતો હતો અને તેને વિદેશ માં મોકલવાનું આયોજન હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.ગુજરાત ના ઈતિહાસમાં ક્રાઈમ બ્રાંચ અને ATS પોલીસે 1300 કિલો ગ્રામ ઉપરાંત એફેડ્રીન રૂપિયા 270 કરોડ નો જથ્થો ઝડપી લેવાની ઘટનાએ રાજકારણ માં પણ ખળભળાટ મચાવી દીધો છે.અને પોલીસ કૌભાંડ ના મૂળ સુધી પહોંચવા ના પ્રયત્નો કરી રહી છે.વધુ ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી શક્યતાઓ પણ પોલીસ વ્યક્ત કરી રહી છે.

Next Story
Share it