Top
Connect Gujarat

અમદાવાદ: યુવકે અનોખી રીતે પાઠવ્યો મતદાન જાગૃતિનો સંદેશો..!

અમદાવાદ: યુવકે અનોખી રીતે પાઠવ્યો મતદાન જાગૃતિનો સંદેશો..!
X

"Vote For India" લખીને કોતરણી ઈંડા પર કરી કોતરણી

લોકસભાની ચૂંટણીમાં દેશભરના લોકો વધુમાં વધુ મતદાન કરે એ લોકશાહીને જાળવવા માટે જરૂરી છે. વિવિધ સંસ્થાઓ દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.તો કેટલાક યુવાનો સોશિયલ મિડિયાના માધ્યમ થકી મતદાન અંગે જાગૃતિ આવે તે માટે અપીલ કરતા પોતાના વિડિયો અપલોડ કરી રહ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="92139,92140"]

આવો જ એક મતદાન જાગૃતિનો કાર્યક્રમ અમદવાદના યુવાને પોતાની કલા દ્વારા કરી રહ્યો છે.અમદાવાદી યુવકે ઈંડા પર કોતરણી કરીને લોકોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો છે. અમદાવાદમાં આવેલા જુહાપુરા વિસ્તારમાં રહેતા સલીમ નામના યુવક દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ઈંડા પર કોતરણી કરીને લોકોને પાઠવવામાં આવ્યો છે. જેમાં સલીમે એક ઈંડા પર ”Vote For India” લખીને કોતરણી કરી છે. તેમજ બીજા ઈંડા પર રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નો અંગે કોતરણી કરવામાં આવી છે.

Next Story
Share it